ખેડૂતો માટે ખુશખબર! પાક નુકસાન ₹22,000 ની સહાય જમા થવા લાગી, તમારું નામ લિસ્ટમાં છે કે નહીં? જુઓ

Pak Nuksan Sahay: નમસ્કાર, ખેડૂત મિત્રો! ગુજરાતમાં આ વર્ષે કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેતીને ભારે નુકસાન થયું છે. મગફળી, કપાસ, ડાંગર જેવા મુખ્ય પાકો બરબાદ થયા છે, જેના કારણે ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં છે. આવી સ્થિતિમાં ગુજરાત સરકારે ખેડૂતોને મદદરૂપ થવા માટે રૂ.10,000 કરોડના કૃષિ રાહત પેકેજ 2025ની જાહેરાત કરી છે. આ પેકેજ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું છે અને તેમાં પાક નુકસાન સહાયનો મુખ્ય ભાગ છે. અમે તમને પાક નુકસાન સહાય 2025ની સંપૂર્ણ વિગતો, અરજી પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો અને અન્ય મહત્વની માહિતી આપીશું. તો, આગળ વાંચો અને તમારી અરજી તૈયાર કરો!

પાક નુકસાન સહાય 2025 શું છે?

ગુજરાતમાં ઓગસ્ટ-ઓક્ટોબર 2025 દરમિયાન પડેલા કમોસમી વરસાદ અને માવઠાને કારણે રાજ્યભરના 42 લાખ હેક્ટર જમીન પર 16,000થી વધુ ગામોમાં પાકને નુકસાન થયું છે. આ નુકસાનને જોતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 7 નવેમ્બર 2025ના રોજ કૃષિ, મહેસૂલ અને નાણાં વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ, જ્યાં આ મોટું પેકેજ મંજૂર થયું. આ પેકેજ હેઠળ પાક નુકસાન સહાયમાં:પ્રતિ હેક્ટર દીઠ રૂ. 22,000નું વળતર મળશે. મહત્તમ 2 હેક્ટર સુધીની મર્યાદા – એટલે કે કુલ રૂ. 44,000 સુધી મદદ મળી શકે. સહાય DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) પદ્ધતિથી PFMS/RTGS દ્વારા સીધી તમારા બેંક ખાતામાં જમા થશે. આ સહાય મુખ્યત્વે 33% અથવા તેથી વધુ નુકસાન થયેલા પાકો માટે છે, જેમાં મગફળી, કપાસ, ડાંગર, મકાઈ વગેરેનો સમાવેશ થાય છે. કેટલાક જિલ્લાઓ (જેમ કે જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ, વાવ)માં વધારાની જોગવાઈઓ પણ છે, જ્યાં રૂ. 27,500 પ્રતિ હેક્ટર સુધી મળી શકે.

કોણ પાત્ર છે?

  • ગુજરાતના ખેડૂતો જેમના પાકને 33% કે તેથી વધુ નુકસાન થયું હોય.
  • જમીન 7/12 અથવા અન્ય ભૂમિ રેકોર્ડમાં નામ રજિસ્ટર્ડ હોય.
  • મહત્તમ 2 હેક્ટર જમીન પ્રતિ ખેડૂત માટે મર્યાદા.
  • જો ખાતામાં એક કરતાં વધુ નામ હોય, તો એક જ ખેડૂતને લાભ મળશે (સંમતિ પત્ર જરૂરી).

અરજી કેવી રીતે કરવી?

અરજી ઓનલાઇન છે અને તે KRP પોર્ટલ (https://krp.gujarat.gov.in) પર થશે.

પાક નુકસાન સહાય ખાતામાં જમા થઈ તે કેવી રીતે તપાસવી ?

સરકાર દ્વારા સહાયની રકમ DBT (Direct Benefit Transfer) દ્વારા સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. ચુકવણી (Payment) ની સ્થિતિ જાણવા માટે તમે PFMS (Public Financial Management System) પોર્ટલ નો ઉપયોગ કરી શકો છો:

  • સૌપ્રથમ PFMS ની અધિકૃત વેબસાઇટ https://pfms.nic.in મુલાકાત લો.
  • Know Your Payment પર ક્લિક કરો વેબસાઇટના હોમપેજ પર આ વિકલ્પ શોધો.
  • બેંક વિગતો દાખલ કરો
  • તમારી બેંકનું નામ દાખલ કરો.
  • તમારો બેંક એકાઉન્ટ નંબર બે વાર દાખલ કરો.
  • વેરિફિકેશન માટેનો Captcha Code દાખલ કરો.
  • ‘Send OTP on Registered Mobile No.’ પર ક્લિક કરો (જો વિકલ્પ હોય તો) અથવા ‘Search’ પર ક્લિક કરો. અહીં તમને સરકાર દ્વારા મોકલેલ રકમની ચુકવણીનું સ્ટેટસ જોવા મળી શકે છે.

Leave a Comment

Papa 3 missed calls Tap to view