હવે ઓફિસે ધક્કા ખાવા નહીં પડે! હવે ઘરે બેઠા આવકનો દાખલો મેળવો, જાણો સ્ટેપ બાય માહિતી – Income Certificate Gujarat

Income Certificate Gujarat: આવક પ્રમાણપત્ર એ ગુજરાત સરકાર દ્વારા જારી કરવામાં આવતું મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે વ્યક્તિ અથવા કુટુંબની વાર્ષિક આવકની પુષ્ટિ કરે છે. આ આવક પ્રમાણપત્ર વિવિધ સરકારી યોજનાઓ, સબસિડી, વિદ્યાર્થીઓ માટેની છૂટછાટ અને અન્ય લાભો મેળવવા માટે જરૂરી છે. હવે આવકના દાખલાનું ફોર્મ તમે ઓનલાઈન ડાઉનલોડ પણ કરી શકશો અને ઓનલાઇન અરજી પણ કરી શકશો. ખરેખર હાલના સમયમાં સરકારી યોજનાઓનો લાભ મેળવવા, શિષ્યવૃત્તિ માટે અરજી કરવા, લોન માટે અરજી કરવાની પ્રક્રિયા, અથવા અન્ય કોઈ પણ આવક આધારિત સેવાઓ માટે જરૂરી હોય છે. આ માહિતી ડિજિટલ ગુજરાત પોર્ટલ અને સરકારી વેબસાઇટ્સ પરથી મેળવેલ છે. નીચે તેની પૂર્ણ વિગતો આપેલ છે.

આવક પ્રમાણપત્ર શું છે?

આવક પ્રમાણપત્ર વ્યક્તિની અથવા કુટુંબની વાર્ષિક આવક (જેમ કે પગાર, વ્યવસાય, કૃષિ વગેરે) દર્શાવે છે. તેનો ઉપયોગ EWS (આર્થિક રીતે નબળા વર્ગ) માટેની 10% અનામત, શિષ્યવૃત્તિ, રહેઠાણ, લઘુમતી યોજનાઓ વગેરે માટે થાય છે. આ આવકનું પ્રમાણપત્ર જારી કરનાર અધિકારી મામલતદાર, તલાટી અથવા જન સેવા કેન્દ્ર (જેએસકે) હોય છે.

આવક પ્રમાણપત્ર કઢાવવા માટે જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • રેશન કાર્ડ
  • વીજળી/પાણીનું બિલ
  • 3 રૂપિયાની કોર્ટફી ટીકીટ.
  • 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર.
  • પાસપોર્ટ સાઇઝનું ફોટો.

આવક પ્રમાણપત્ર ઓનલાઈન કેવી રીતે કઢાવવું ?

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાઓ https://www.digitalgujarat.gov.in.
  • ‘નવું નોંધણી’ (New Registration) પર ક્લિક કરો અને મોબાઈલ નંબર, ઈમેલ, પાસવર્ડ દાખલ કરો.
  • OTP વેરિફાઈ કરો અને પ્રોફાઇલ અપડેટ કરો (નામ, સરનામું, ફોટો).
  • ‘સર્વિસિસ’ > ‘રેવન્યુ’ > ‘આવક પ્રમાણપત્ર’ પસંદ કરો.
  • ફોર્મ ભરો: વ્યક્તિગત વિગતો, જિલ્લો, તાલુકો, આવકની માહિતી (છેલ્લા વર્ષની).
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો (PDF/JPG ફોર્મેટમાં, ૨૦૦ KBથી ઓછા).
  • ફી ભરો (જો લાગુ હોય) અને ‘સબમિટ’ કરો. અરજી નંબર મળશે (SMS દ્વારા).
  • સ્ટેટસ ચેક કરો ‘ટ્રેક એપ્લિકેશન’ વિકલ્પથી.
  • મંજૂરી પછી, પ્રમાણપત્ર ડાઉનલોડ કરો અથવા જન સેવા કેન્દ્રથી મેળવો.

આવક પ્રમાણપત્ર ઓફલાઈન કેવી રીતે કઢાવવું ?

  • તમારા વિસ્તારના જન સેવા કેન્દ્ર (જેએસકે) અથવા મામલતદાર કચેરીમાં જાઓ.
  • ફોર્મ નં. ૩૬ (આવક પ્રમાણપત્ર ફોર્મ) મેળવો (ડાઉનલોડ: રેવન્યુ વિભાગ વેબસાઇટ).
  • ફોર્મ ભરીને દસ્તાવેજો સાથે જમા કરો.
  • તલાટી/મંત્રી પાસે ચકાસણી કરાવો (પંચનામા સહિત).
  • મંજૂરી પછી 01 દિવસમાં પ્રમાણપત્ર મળે છે.

Leave a Comment